છે જીવન તો તારું, જ્યાં પ્રભુને હાથ (2)
છે પાસે શું તારી, છે જે તારી સાથ - છે જીવન
હોય જો હાથમાં તારી, દેશે શું એ તું છોડી તારે હાથ - છે જીવન...
આવ્યા જગમાં જ્યારે, લાવ્યો શું તું તો તારી સાથ - છે જીવન...
મારું-મારું કરી કર્યું તેં ભેગું, રહેશે શું એ તારી સાથ - છે જીવન...
દઈ ના શકીશ જીવનમાં, કોઈને કાયમ તું સાથ - છે જીવન...
મળ્યા જનમ તો કેટલા, છે તન બધાં શું એ તારી સાથ - છે જીવન ...
જન્મ્યાં જે-જે તન જગતમાં, છે શું જગતમાં બધાં આજ - છે જીવન ...
મળ્યું છે માનવતન તને તો જગમાં, તને તો મુક્તિ કાજ - છે જીવન ...
રહેશે જો રહ્યા છે સહુની સાથે, જગમાં સદા પ્રભુ તો સાથ - છે જીવન ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)