આશાઓ ભરી હૈયે, ગયો નિરાશામાં ડૂબી, દેખાયું નીકળવાનું કિરણ તો જ્યાં
મળ્યો ના માર્ગ જીવનમાં તો જ્યારે, કર્યું જીવનમાં ત્યારે, બળતું ઘર કૃષ્ણાર્પણ
રહ્યો કરતો ને કરતો કર્મો જીવનમાં, કર્યાં ના કદી એને તો કૃષ્ણાર્પણ
કરી ઉપયોગ, બન્યું જ્યાં નકામું, કર્યું જીવનમાં ત્યારે તો એને કૃષ્ણાર્પણ
હાર્યો જીવનમાં ખાઈ-ખાઈ માર, પડી માનવી જીવનમાં ત્યાં તો હાર
મારું-મારું જીવનમાં તો કરી, કરી મુસીબતો જીવનમાં તો ઊભી
પડ્યા હાથ જીવનમાં જ્યાં હેઠા, જીવનમાં શ્વાસ ના જ્યાં હેઠા બેઠા
અસંતોષની જ્યાં જ્વાળા હૈયે ભડકી, હરી ગઈ જ્યાં હૈયાની એ શાંતિ
કર્યા યત્નો ગયું હાથમાંથી એ નીકળી, મળ્યું ના જીવનમાં ફરી કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)