Hymn No. 3415 | Date: 24-Sep-1991
|
|
Text Size |
 |
 |
છે તું મારો શંકર, તું મારી પાર્વતી છે, તું મારી સર્વેસર્વા છે જગમાં બીજું કોણ તો મારું, હે મારી સિદ્ધમાતા કૃષ્ણ કહીશ કે રામ કહીશ, ફરક ના કાંઈ તુજમાં પડતા - છે... તને પાર્શ્વ કહું, તને મહાવીર કહું, કે કહું તને ગણપતિ દેવા - છે... ધર્યાં વિવિધ રૂપો, વિવિધ શસ્ત્રો, છે બધી તારી એ લીલા - છે.. પૂજું તને આકારે, નિર્ગુણ નિરાકારે, તને સર્વ કંઈ એ પ્હોંચતા - છે... છે જુદાં જુદાં શાસ્ત્રો, છે સમજવાં તને તો, છે એ જુદા રસ્તા - છે... છે સીમિત શક્તિ સમજવા તો, કીધા યત્નો જોજે કરે ના ઊભા મૂંઝારા - છે... દયા ગણું હું, કૃપા ગણું હું, રહેજો સદાય મારા હૈયે તો વસતા - છે... રહ્યો સદા જગમાં અજ્ઞાને, ભવોભવમાં તો ભટકતા - છે... જોઈતું નથી જગમાં કાંઈ બીજું, જોજો તમે, મારી દૃષ્ટિમાંથી ના હટતા - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|