ચમકતો હતો, પુણ્યનો સૂરજ તો જીવનમાં
રહેતાં-રહેતાં ગ્રહણ પાપનું એને લાગી ગયું
લાગ્યું ગ્રહણ પૂરું તો જ્યાં એને, અંધારું જીવનમાં છવાઈ ગયું
ચડ્યું હૈયે અહંતણું જ્યાં ગ્રહણ, સમજાવું સાચું ત્યાં અટકી ગયું
ચડ્યું હતું જ્યાં લોભતણું ગ્રહણ, મનડું ક્યાનું ક્યાં ખેંચાઈ ગયું
હૈયાની કોમળતા પર, કઠોરતાનું ગ્રહણ, હૈયું કઠોર ત્યાં બની ગયું
શ્રદ્ધાનો દીપક તો હલી ગયો, જ્યાં શંકાનું ગ્રહણ તો લાગી ગયું
હરાઈ ગઈ તો હૈયાની શાંતિ જ્યાં, અસંતોષનું ગ્રહણ તો લાગી ગયું
સમજીને યત્નો કરવા હતા જીવનમાં, આળસનું ગ્રહણ એને લાગી ગયું
વિવેકથી જીવવું હતું જ્યાં જીવનમાં, ક્રોધનું ગ્રહણ એને લાગી ગયું
ભરવી હતી ભક્તિને તો જીવનમાં, માયાનું ગ્રહણ એને લાગી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)