Hymn No. 3417 | Date: 25-Sep-1991
|
|
Text Size |
 |
 |
તું રાય છે કે તું રંક છે, જે ભી છે તે ભલે તો તું છે પણ, સૌથી પહેલો તો તું માનવ છે (2) તું દાનવીર છે કે શૂરવીર છે, જે ભી છે, તે ભલે તો તું છે તું ગોરો છે કે કાળો છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું રૂપવાન છે કે ગુણવાન છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું કોમળ છે કે કઠોર છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું જ્ઞાની છે કે અજ્ઞાની છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું દયાવાન છે કે તું ક્રૂર છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું નર છે કે નારી છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું કોઈ ધર્મી છે કે કોઈ પંથી છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ... તું ભલે ક્યાંય ભી છે, ક્યાંય તું વસ્યો છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|