રહ્યા છે રે પ્રભુ, જીવનમાં અમને, બસ કાંઈ ને કાંઈ દેતા ને દેતા
જોઈએ છે શું તમને રે પ્રભુ, નથી કેમ અમને તમે એ કહી દેતા
રહ્યા છીએ અમે રે પ્રભુ, જીવનમાં તો ભૂલો કરતા ને કરતા
રહ્યા છો પ્રભુ તમે અમને, સદાય માફ તો કરતા ને કરતા
રહ્યા છીએ અમે તો પ્રભુ, જીવનમાં તો બસ લેતા ને લેતા
ના સમજી શક્યા અમે જીવનમાં, જગમાં કયા હાથે તમે તો લઈ લેતા
મૂકી ના મૂકી માગણી તમારી પાસે, વધારી ને વધારી અમે એને દેતા
રહ્યા છીએ જગમાં સદા અમે તો પ્રભુ, તારી પાસે લેતા ને લેતા
રહ્યા ભલે જીવનમાં અમે તને સમજ્યા વિના, ના સમજ્યા વિનાના રાખતા
સમજ્યા સત્ય તો જીવનનું, જોજો ના અમને એમાંથી હટાવી દેતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)