સંસાર ઝેર તો જગમાં સહુ પીશે, જગકારણ જે ઝેર તો પીશે
એ શિવશંકર વિના તો જગમાં બીજું ના કોઈ હોય
મસ્તકમાં સહુને સહસ્ત્રારમાં જટા હોય, જેની જટામાંથી જ્ઞાનગંગા વહે – એ…
શક્તિ પાછળ જગમાં સહુ કોઈ દોડે, વરમાળા શક્તિ જેને પહેરાવે – એ…
કામવાસના જગમાં સહુને સતાવે, જીવનમાં એને તો જે બાળે – એ…
આસપાસ ને અંદર, મનવૃત્તિનાં ભૂતો નાચે, જે જીવનમાં એને તો નાથે – એ…
ક્ષણિક વેરાગ્ય સહુને જાગે, જેને અંગે-અંગે વેરાગ્યની ભભૂત શોભે – એ…
જગતાંડવની જે શક્તિ ધરાવે, હૈયું તો જેનું સદા તો ભોળું હોય – એ…
જે સદા વરદાયી અને જગકલ્યાણના ધ્યાનમાં તો રત રહે – એ…
જેને કામવાસના ને ડરરૂપી સર્પો, શણગાર બનીને શોભે – એ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)