હોય હૈયે હિંમત ને સચ્ચાઈ, ભરી-ભરી તો જેને
જગતમાં કદી એકલો એ તો નથી રહેતો (2)
કૂડકપટ ને જૂઠાણું ભર્યું હોય હૈયે તો જેને
સદા સાથ જીવનમાં સહુનો, નથી એને રે મળતો
રહ્યા છે સાક્ષી સહુના અંતરના રે પ્રભુ
ફરો જગમાં બધે, સાથે રહ્યા વિના, નથી એ રહેતો
રાખો છૂપું બધું તો જગમાં, જગથી રે ભલે
બધું જાણ્યા વિના, પ્રભુ, નથી એ તો રહેતો
રાખો તમારી પાસે, કે આપો ભલે તમે તો એને
હૈયાના શુદ્ધ ભાવ વિના, બીજું નથી એ તો લેતો
કહો દયાવાન કે નિષ્ઠુર, કે મનના જે-જે ભાવે એને
છે સદા એ તો નિઃસંગ, ફરક નથી એને કાંઈ પડતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)