Hymn No. 3427 | Date: 30-Sep-1991
|
|
Text Size |
 |
 |
ઓકીશ ઓકીશ ઝેર તું જીવનમાં, પડશે રહેવું એમાં તો તારે ને તારે વહાવીશ જો તું પ્રેમની સરિતા, પામીશ પ્રેમની ઠંડક તું તો ત્યારે છે નિયમ આ તો પ્રભુના, બદલાશે ના એ તો કોઈને કાજે કાપ ના તું કોઈ ઝાડને, જોઈતો હોય, છાંયડો જીવનમાં તો તારે વરસતા વરસાદે, સાધન વિના ના ચાલતો, ભીંજાવું ના હોય જો તારે આવશે ભક્તિમાં જીવનમાં તો અડચણો, કરતો ના, પ્રભુને ના પામવા હોય ત્યારે જાણીને જીવનમાં કરશે શું તું, કરવા ના હોય યત્નો જીવનમાં તો તારે પાડ ના બૂમ, તાણે છે ઇચ્છાઓ, જ્યાં તણાવું છે એમાં તો તારે તોડવાં નથી બંધન તો માયાનાં, હવે અકળાય છે એમાં તું શાને રહેતા રહેતા પડી ગયું છે બધું તારે કોઠે, માંગશે દૃઢ યત્નો તો ત્યારે કર ના હવે તું ફરિયાદ જીવનમાં, બદલવી નથી પરિસ્થિતિ જ્યાં તારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|