અરે ઓ પ્રેમના રે સાગર,
નથી માંગતો તારી પાસે તો સાગર, માગું છું બે બુંદ તારા પ્રેમના
અરે ઓ શક્તિના રે સાગર
માંગતો નથી કાંઈ સાગર તારી પાસે એનો, માગું છું બે બુંદ તારી શક્તિના
અરે ઓ ગુણોના રે સાગર
માંગતો નથી સાગર એનો કાંઈ તારી પાસે, માગું છું બે બુંદ તારા ગુણોના
અરે ઓ તેજના રે સાગર
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું કિરણો થોડા તારા તેજના
અરે ઓ કરુણાના રે સાગર,
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું બે બુંદ તારી કરુણાના,
અરે ઓ સમજણના રે સાગર,
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું બે બુંદ તારી સાચી સમજણના,
અરે ઓ બુદ્ધિના રે સાગર,
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું બે બુંદ તારી કરુણાના,
અરે ઓ આનંદના રે સાગર,
માંગતો નથી કાંઈ સાગર એને તારી પાસે, માગું છું બે બુંદ તારા આનંદના
અરે ઓ ભાવોના રે સાગર,
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું બે બુંદ તારી પાસે ભાવોના
અરે ઓ ભક્તિના રે સાગર
માંગતો નથી કાંઈ સાગર એનો તારી પાસે, માગું છું બે બુંદ તારી શુદ્ધ ભક્તિની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)