Hymn No. 3444 | Date: 07-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-07
1991-10-07
1991-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14433
રાખી વેરની જ્વાળા, સળગતી હૈયે, રાખી શાંતિની આશા ત્યાં હૈયે
રાખી વેરની જ્વાળા, સળગતી હૈયે, રાખી શાંતિની આશા ત્યાં હૈયે જીવનમાં, તું તો ત્યાં ભીંત તો ભૂલ્યો છે (2) ફર્યો ફૂલીફૂલી, અભિમાને તો જ્યાં, રાખી ચાહના પાનની હૈયે તો જ્યાં કરી આળસ તો સાધનામાં, રાખી રહ્યો છે, પ્રભુ દર્શનની ઇચ્છા તો જ્યાં ડોકું ધુણાવી ધુણાવી, જ્ઞાનના ઢોંગમાં, જ્ઞાની તને તું સમજી રહ્યો છે જ્યાં ઇચ્છાઓના ગૂંચળાં કરી ઊભા જીવનમાં, મુક્તિ ઝંખના કરી રહ્યો છે જ્યાં અસંતોષે રાખી, હૈયું ભર્યું ભર્યું, શાંતિ જીવનમાં ઝંખી રહ્યો છે જ્યાં કરતા રહી અપમાન સહુનું તો જગમાં, સાથ સહુનો ઝંખી રહ્યો છે જ્યાં વિકારોને છોડયા વિના જીવનમાં, મુક્તિ તો ગુંખી રહ્યો છે જ્યાં હટયો નથી ડર જ્યાં તારા હૈયે, બહાદૂર તને સમજી રહ્યો છે તું જ્યાં ક્ષણની મનની સ્થિરતા, રાખી નથી શક્યો તું, ધ્યાની તને તું સમજી રહ્યો છે જ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhi verani jvala, salagati haiye, rakhi shantini aash tya haiye
jivanamam, tu to tya bhinta to bhulyo che (2)
pharyo phuliphuli, abhimane to jyam, rakhi chahana panani haiye to jya
kari aalas tohe. pranhi ramahyo, prani rakha to the sadhanamamhu, darhi ramahyo jya
doku dhunavi dhunavi, jnanana dhongamam, jnani taane tu samaji rahyo che jya
ichchhaona gunchala kari ubha jivanamam, mukti jankhana kari rahyo che jya
asantoshe rakhi, haiyu janko rakhi, haiyu janko rakhi, shantyum jankamana saw,
shantyum bharyu bhivah, haiyu bharyu bharyum rahyo che jya
vikarone chhodaya veena jivanamam, mukti to gunkhi rahyo che jya
hatayo nathi dar jya taara haiye, bahadura taane samaji rahyo che tu jya
kshanani manani sthirata, rakhi nathi shakyo tum, dhyani taane tu samaji rahyo che jya
|