Hymn No. 3445 | Date: 08-Oct-1991
|
|
Text Size |
 |
 |
છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો, તારી વાત ત્યાં તું કોઈને કરતો નહિ (2) હશે એમાં જો, બુદ્ધિના ચમકારા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ પડયા હશે શંકાનાં ભૂત તારા મનડાંમાં, તારી વાતમાં ડોકિયાં કર્યા વિના રહેશે નહિ તારી વાતમાં મળશે ના કોઈ જો તાંતણા, જગ કાંઈ એ સમજશે નહિ હશે વિશ્વાસના સૂર, તારી વાતોમાં રણકતા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ ભરી ભરી હશે પ્રેમની ધારા, તારી વાતોમાં, જગ નહાવું એમાં ચૂકશે નહિ હશે તારી વાતમાં, કૂથલી કે અપમાન અન્યનાં, જગ કંટાળ્યા વિના રહેશે નહિ વહેતાં હશે તારી વાતોમાં, સત્યનાં નિર્મળ ઝરણાં, જગ આવકાર્યા વિના રહેશે નહિ વહેતાં હશે તારી વાતોમાં, અનુભવનાં ઝરણાં, જગ સ્વીકાર્યા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|