Hymn No. 3451 | Date: 10-Oct-1991
|
|
Text Size |
 |
 |
નિત્ય નિરંતર વિશ્વાસે હૈયે, જપજે મંત્ર તું આ, છે તું તો પ્રભુનો, છે પ્રભુ તો તારા આવ્યો જગમાં, રહીશ જ્યાં સુધી જગમાં, છે ત્યાં સુધી તારા સહુ, સગાંને વ્હાલાં શમાવ્યા ના જ્યાં વિકારોના ઉછાળા, ના પામ્યા દર્શન ત્યાં તો પ્રભુના નિત્ય અનિત્યના ભેદ, જીવનમાં ના પરખાયા, વિશુદ્ધ બુદ્ધિ ના જ્યાં પામ્યા ષડ્વિકારોમાં, તોફાનોમાં જ્યાં તણાયા, મનની સ્થિરતા ત્યાં ના પામ્યા શંકાનાં વાદળ હૈયેથી જ્યાં ના હટાવ્યાં, વિશુદ્ધ વિશ્વાસનાં તીર, ના પામ્યા ઘટઘટમાં વસનારા પરમાત્મા, તુજમાં વસી, બન્યા એ તો જીવાત્મા છે જ્યાં એ, જગના સર્વે કર્મોના કર્તા, ત્યારે કર્મોના કર્તા, તને તેં કેમ માન્યા બદલાય સંજોગો ભલે તો જગના, બદલાય ના, જોજે તારી દયાની ધારા કરવા જેવું કર્મ તું કરી લેજે, સમય ના તું ગુમાવજે, છે જગમાં તું કેટલા દહાડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|