Hymn No. 3453 | Date: 11-Oct-1991
|
|
Text Size |
 |
 |
શું કહું, શું કહું, તને રે પ્રભુ, હવે તો હું, તને કેમ કહું
Shu Kahu, Shu Kahu, Tane Re Prabhu, Hava To Hu,Tane Kem Kahu
સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)
શું કહું, શું કહું, તને રે પ્રભુ, હવે તો હું, તને કેમ કહું કહેવી છે કથની તો મારે, કરવું છે હૈયું તો ખાલી, નયનોથી તો નીર વહે - શું... થયું સહન, કર્યું ત્યાં સુધી સહન, હવે નીરને કથની એની તો કહેવા દે - શું... રાખે છે લાજ, જ્યાં સદા તું તો મારી, જગ લૂંટવા તો એને કોશિશો કરે - શું... નથી નજર બહાર તારી તો આ, કયા કારણે, નજર સામે તારી આ બનતું રહે - શું... રાત ને દિનમાં રહ્યા નથી કંઈ ફરક, રાતભર ભી તો હવે જાગવું પડે - શું... રહ્યો છે વીતતો સમય, આમને આમ જોઈ રહ્યો છું રાહ, કાંઈ એમાં ફરક પડે - શું... ગણતો ના આને તું ફરિયાદ, ગણવી હોય તો હૈયાની વેદના એને ગણજે - શું... હશે કંઈક તો જગમાં મારા રે જેવા, ગુંચવાયો છે એવો, ના કોઈ એ નજરે ચડે - શું... રાખીશ ડુબાડી મને જો તું આમને આમ, દર્શન મને તારા તો ક્યાંથી મળે - શું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|