Hymn No. 3455 | Date: 12-Oct-1991
|
|
Text Size |
 |
 |
રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ, રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ
Re Bhai, Aa To Kamaal Thai Gai, Re Bhai, Aa To Kamaal Thai Gai
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ, રે ભાઈ, આ તો કમાલ થઈ ગઈ આકાશે અદ્ધર રહી દીવડો જલતો જાય, કિરણો એનાં અટકે ના જરાય - રે... અગણિત જીવો આવ્યા ધરતી પર, પીધું પાણી, પાણી તોયે ખૂટે ના જરાય - રે... અગણિત જીવોએ લીધા ધરતી પર શ્વાસ, વાયુ ના ખૂટયો તોયે જરાય - રે... નાનાં નાનાં વડ બીજમાંથી, વૃક્ષો તો સર્જાય, બીજ ના એમાં ક્યાંય દેખાય - રે... મન બુદ્ધિ દ્વારા માનવી કરે કાર્યો, મન, બુદ્ધિ તો ક્યાંય ના દેખાય - રે... જન્મો બદલાયા, બદલાયા સગાં ને વ્હાલાં, માને તોયે એને પોતાના સદાય - રે... અગણિત તારા ઘૂમી રહ્યા આકાશે, આધાર એનો ક્યાંય ના દેખાય - રે... જડ જેવું લાગતું આ તન, ધીરે ધીરે નાનામાંથી મોટું થાતું જાય - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|