દુઃખદર્દના કુંડાળામાં પગ જ્યાં મારો પડી ગયો, ચિત્કાર હૈયેથી ત્યાં નીકળી ગયો
સાંભળીને ચિત્કાર મારો, પ્રભુ કેમ તું ના દોડી આવ્યો, પ્રશ્ન હૈયે તો આ જાગી ગયો
શમી ના શમી વેદના એની જ્યાં હૈયાંમાં, શાંતભર્યે વિચાર હૈયાંમાં ત્યાં સ્ફૂરી ગયો
લાગ્યું મને ત્યારે, પ્રભુ આવ્યો હતો, તું મારી પાસે દુઃખ દર્દમાં હાજરી તારી હું ભૂલી ગયો
સુધારી ના શક્યો કે સુધરી ના હાલત મારી, દોષ તારો ને તારો હું કાઢતો રહ્યો
પીડા વેદનાની સહન જ્યાં ના કરી શક્યો, વિચાર તારા ભી ના હું ત્યાં કરી શક્યો
પીડામાંને પીડામાં રહ્યું ચિત્ત જ્યાં પરોવાયેલું, સાચું કારણ એનું હું શોધી શક્યો
રહ્યાં રડતાં રોદણાં જીવનમાં અમે દુઃખ દર્દના, પ્રભુ તને એમાં ના શોધી શક્યો
હાસ્ય જીવનના ગયા એમાં રે ભૂલાઈ, લીધો આંખો એ જ્યાં આંસુઓનો સહારો
રહ્યાં આંસુ જ્યાં વહેતાને વહેતા, આવ્યો તું તોયે, તને ના હું નીરખી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)