બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો
કરતો ને કરતો રહ્યો જીવનમાં, કરવું હતું જીવનમાં જેવું, ના એવું હું તો કરી શક્યો
પડતા ને પડતા રહ્યા પગ જીવનમાં, સાથ હૈયાનો પૂરો ના મેળવી શક્યો
મારું ને તારું કરતો રહ્યો જીવનમાં, ના હૈયેથી એને તો ત્યજી શક્યો
ચાલતો ને ચાલતો રહ્યો જીવનમાં, ધ્યેય વિના, મંઝિલે ના પહોંચી શક્યો
ચિત્તને, મનને, બુદ્ધિને ને ભાવોને, પ્રભુમાં ના સ્થિર હું તો રાખી શક્યો
રાત ને દિન તનમાં ફરક પડતો રહ્યો, ફરતા મનને સ્થિર ના રાખી શક્યો
ગોતતો ને ગોતતો રહ્યો કારણો જીવનમાં, કારણોનો રાફડો મળતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)