Hymn No. 3464 | Date: 19-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-19
1991-10-19
1991-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14453
સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી
સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી ચંદ્ર કિરણોનો પ્રેમ એ તો જન્માવે, એના પર મારો અધિકાર નથી ધખતી સરિતા કહે માનવને, વિલંબ મળવા સાગરને, મને પોસાતો નથી છે સાગરના હૈયાનું આકર્ષણ મને, એમાં સમાયા વિના મારે કંઈ કરવું નથી ધરતી કહે માનવને, રહું છું સૂર્યને ફરતી ને ફરતી, બીજું મારે કરવું નથી નજર બહાર રાખવા નથી એને, ભલે પાસે એની તો પ્હોંચાતું નથી ચંદ્ર કહે માનવીને, ધરતીને શીતળતા વિના બીજું મારે ધરવું નથી કરવો છે સહન તાપ સૂર્યનો, શીતળતા વિના ધરતીને બીજું કાંઈ દેવુ નથી પર્વત કહે માનવીને, અડગ રહ્યા વિના બીજું મારે કાંઈ કરવું નથી આવે શ્રમ લઈ ઉપર મારી પાસે, શ્રમ એનો ઉતાર્યા વિના મારે રહેવું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sagar kahe manavine bharati oot jaage mujamam, ena paar maaro kabu nathi
chandra kiranono prem e to janmave, ena paar maaro adhikara nathi
dhakhati sarita kahe manavane, vilamba malava sagarane, mane posato nathi
kam, namarshaya samaya, namarshaya, namarshaya vathi varnaya
dharati kahe manavane, rahu chu suryane pharati ne pharati, biju maare karvu nathi
najar bahaar rakhava nathi ene, bhale paase eni to phonchatum nathi
chandra kahe manavine, dharatine shitalata veena biju maare tapuitalum nathi
karathe sah nathi
parvata kahe manavine, adaga rahya veena biju maare kai karvu nathi
aave shrama lai upar maari pase, shrama eno utarya veena maare rahevu nathi
|