કુદરતના હાથ છે તો કેવા, મારે લપડાક, ના દેખાય, છે એ તો એવા
વરસાવે વરસાદ કૃપાના તો કેવા, ના જીવનમાં દેખાય, છે એ તો એવા
નજરમાં રાખે સહુને તો એવા, નજર તો ના દેખાય, છે એ તો એવા
છે કુદરતના પગ કેવા, પહોંચે બધે તોય ના દેખાય, છે એ તો એવા
કુદરતનાં હૈયાં તો છે એવા, અનુકંપા જગાવે ક્યારે ના સમાય, છે એ તો એવાં
કુદરતમાં છે વિચારો એવા, રહે ફરતા, ના એ દેખાય, છે એ તો એવા
ભાગ્યના હાથ છે એવાં, લે વળાંક ક્યારે કેવા, ના સમજાય, છે એ તો એવા
સુખદુઃખના પરપોટા છે એવા, ક્યારે જાગે ના સમજાય, છે એ તો એવા
કાળના હાથ છે એવા, ઝડપે ક્યારે ના એ સમજાય, છે એ તો એવા
શબ્દનાં બાણ તો છે એવાં, અજાણતાં કાળજું વીંધી જાય, ના સમજાય, છે એ તો એવાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)