Hymn No. 3466 | Date: 21-Oct-1991
|
|
Text Size |
 |
 |
દોષમુક્ત રહેવું છે જીવનમાં, દોષમુક્ત બનવું છે, છે એ તો, તારે ને તારે હાથ કરવી સફળ પ્રેમની ધારા, કે તણાવું વેરમાં, છે એ તો, તારે ને તારે હાથ સુખમાં સદા ડૂબવું કે દુઃખની બૂમો પાડતા રહેવું, છે એ તો, તારે ને તારે હાથ બનાવવા સહુને પોતાના કે કરવા તુજથી દૂર, છે એ તો, તારે ને તારે હાથ જ્ઞાનમાં વીતાવવું જીવન કે અજ્ઞાનમાં રહેવું ડૂબ્યા, છે એ તો, તારે ને તારે હાથ કરવી ભક્તિ પ્રભુની કે રાચ્યા રહેવું માયામાં, છે એ તો, તારે ને તારે હાથ બનવું છે શું ને પામવું છે શું તારે જીવનમાં, છે એ તો, તારે ને તારે હાથ કર્મો ભોગવવાં છે ભાગ્યને હાથ કરવાં તો કર્મો તો, છે એ તો, તારે ને તારે હાથ રાખવો વિશ્વાસ કોનામાં, કેવો ને કેટલો તો, છે એ તો, તારે ને તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|