Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3476 | Date: 27-Oct-1991
શેરીએ શેરીએ ઢોલ તો વાગે છે, રાસ ગરબે રમવા, નરનારી તો આવે છે
Śērīē śērīē ḍhōla tō vāgē chē, rāsa garabē ramavā, naranārī tō āvē chē

નવરાત્રિ (Navratri)

Hymn No. 3476 | Date: 27-Oct-1991

શેરીએ શેરીએ ઢોલ તો વાગે છે, રાસ ગરબે રમવા, નરનારી તો આવે છે

  No Audio

śērīē śērīē ḍhōla tō vāgē chē, rāsa garabē ramavā, naranārī tō āvē chē

નવરાત્રિ (Navratri)

1991-10-27 1991-10-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14465 શેરીએ શેરીએ ઢોલ તો વાગે છે, રાસ ગરબે રમવા, નરનારી તો આવે છે શેરીએ શેરીએ ઢોલ તો વાગે છે, રાસ ગરબે રમવા, નરનારી તો આવે છે

ચાંદ પૂનમનો આકાશે તો ઊગ્યો છે, ચમકતી ચાંદની એ તો રેલાવે છે

નાના ને મોટા, ઉમંગભર્યા હૈયે, રાસ ગરબે રમવા તો આવે છે

ઢોલ શરણાઈની સંગત તો જામે છે, રાસ ગરબે, ઉમંગભરી સહુ રમે છે

ઉમંગના તરંગોને, રાસ ગરબાના સૂરો, ગગનમાં તો રેલાવે છે

જોડીએ જોડીએ છે જોડીઓ જામી, ના થાક તો ત્યાં વરતાય છે

રાસ ગરબે રમે જ્યાં તો ઉમંગે, દુઃખ ના ત્યાં તો દેખાય છે

આનંદનો સાગર, લે ત્યાં તો હિલોળા, સહુ એમાં નહાય ને નવરાવે છે

સમય સરકતો તો જાય, સમય જાણે ત્યાં તો અટકી જાય છે

એવી અનોખી આ રાત તો છે, અનોખી એની રંગત એની જામે છે
View Original Increase Font Decrease Font

શેરીએ શેરીએ ઢોલ તો વાગે છે, રાસ ગરબે રમવા, નરનારી તો આવે છે

ચાંદ પૂનમનો આકાશે તો ઊગ્યો છે, ચમકતી ચાંદની એ તો રેલાવે છે

નાના ને મોટા, ઉમંગભર્યા હૈયે, રાસ ગરબે રમવા તો આવે છે

ઢોલ શરણાઈની સંગત તો જામે છે, રાસ ગરબે, ઉમંગભરી સહુ રમે છે

ઉમંગના તરંગોને, રાસ ગરબાના સૂરો, ગગનમાં તો રેલાવે છે

જોડીએ જોડીએ છે જોડીઓ જામી, ના થાક તો ત્યાં વરતાય છે

રાસ ગરબે રમે જ્યાં તો ઉમંગે, દુઃખ ના ત્યાં તો દેખાય છે

આનંદનો સાગર, લે ત્યાં તો હિલોળા, સહુ એમાં નહાય ને નવરાવે છે

સમય સરકતો તો જાય, સમય જાણે ત્યાં તો અટકી જાય છે

એવી અનોખી આ રાત તો છે, અનોખી એની રંગત એની જામે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śērīē śērīē ḍhōla tō vāgē chē, rāsa garabē ramavā, naranārī tō āvē chē

cāṁda pūnamanō ākāśē tō ūgyō chē, camakatī cāṁdanī ē tō rēlāvē chē

nānā nē mōṭā, umaṁgabharyā haiyē, rāsa garabē ramavā tō āvē chē

ḍhōla śaraṇāīnī saṁgata tō jāmē chē, rāsa garabē, umaṁgabharī sahu ramē chē

umaṁganā taraṁgōnē, rāsa garabānā sūrō, gaganamāṁ tō rēlāvē chē

jōḍīē jōḍīē chē jōḍīō jāmī, nā thāka tō tyāṁ varatāya chē

rāsa garabē ramē jyāṁ tō umaṁgē, duḥkha nā tyāṁ tō dēkhāya chē

ānaṁdanō sāgara, lē tyāṁ tō hilōlā, sahu ēmāṁ nahāya nē navarāvē chē

samaya sarakatō tō jāya, samaya jāṇē tyāṁ tō aṭakī jāya chē

ēvī anōkhī ā rāta tō chē, anōkhī ēnī raṁgata ēnī jāmē chē
Scan Image

Gujarati Bhajan no. 3476 by Satguru Devendra Ghia - Kaka
First...347534763477...Last