Hymn No. 3479 | Date: 29-Oct-1991
|
|
Text Size |
 |
 |
વાવ્યા છે રે વાવ્યટ્ટ છે, ભક્તોએ આંગણિયે, નવરંગી ગુલાબ આંગણિયે વાવ્યા છે
Vaavya Che Re Vavayatta Che, Bhaktoe Aanganiye, Navrangi Gulab Aangniye Vaavya Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
વાવ્યા છે રે વાવ્યટ્ટ છે, ભક્તોએ આંગણિયે, નવરંગી ગુલાબ આંગણિયે વાવ્યા છે પહેલો તો છોડ વાવ્યો, સફેદ ગુલાબનો, વાવ્યો મારી અંબામાને કાજ મા ના કેશકલાપે શોભે એ તો, ચારે દિશામાં સુગંધ એની ફેલાય - વાવ્યાં છે બીજો તો છોડ વાવ્યો, કાળા ગુલાબનો, વાવ્યો મારી કાળકામાને કાજ - `મા' ના... ત્રીજો તો છોડ વાવ્યો, ગુલાબી ગુલાબનો, વાવ્યો મારી સિદ્ધમાને કાજ - `મા' ના... ચોથો તો છોડ વાવ્યો, લાલ ગુલાબનો, વાવ્યો મારી ખોડીયારમાને કાજ - `મા' ના... પાંચમો તો છોડ વાવ્યો, પીળા ગુલાબનો, વાવ્યો મારી બહુચરમાને કાજ - `મા' ના... છઠ્ઠો તો છોડ વાવ્યો, લીલા ગુલાબનો, વાવ્યો મારી બુટમાને કાજ - `મા' ના... સાતમો તો છોડ વાવ્યો, કેસરી ગુલાબનો, વાવ્યો મારી રાંદલમાને કાજ - `મા' ના... આઠમો તો છોડ વાવ્યો, તપકીરીયા ગુલાબનો, વાવ્યો મારી હરસિદ્ધમાને કાજ - `મા' ના... નવમો તો છોડ વાવ્યો, આસમાની ગુલાબનો, વાવ્યો મારી ચામુંડામાને કાજ - `મા' ના... કેશકલાપે પહેરી નવરંગી ગુલાબ, ગરબે તો રમે નવદુર્ગે માત - `મા' ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|