છે રાતવાસો સહુનો આ જગમાં રે, સ્વપ્નસમ રાત એ વીતી જાશે
જીવી રહ્યા છે સહુ સ્વપ્નસમ, નિત્ય એ બદલાતા ને બદલાતા જાશે
રાત વીતી જગતમાં કેટલી તારી, ના કાંઈ યાદ તને તો એ આવશે
સુખદુઃખ છે જ્યાં, એ રાતનું તો સપનું, ના કાંઈ એ તો રહી શકશે
લેવું-દેવું રહેશે બધું સપનામાં, ના કાંઈ હાથમાં એ તો રહી જાશે
કદી લાગે લાંબો, કદી ટૂંકો, પણ એ રાતવાસો ને રાતવાસો હશે
મળશે ને મળતા રહેશે અનુભવો એવા, એમાં ને એમાં એ તો રહી જાશે
નથી કાયમનો વાસ તારો આ જગમાં, એ તો તારો રાતવાસો હશે
થાય મેળાપ ને પડે રે વિખૂટા, આ બધું રાતવાસમાં તો બનતું રહેશે
ગણવું જીવન સાચું, કે જગતને રે સાચું, ના એ તને તો સમજાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)