Hymn No. 3483 | Date: 01-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-01
1991-11-01
1991-11-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14472
હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો
હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો લાગે અને છે એ તો જગથી ન્યારો, લાગે મને એ તો અતિ પ્યારો કર્યું વ્રજને ઘેલું, કરે જગને તો ઘેલું, છે એ તો કાનુડો કામણગારો છે એ તો જગનો ઘડવૈયો, તારા ભાગ્યનો ઘડવૈયો, છે બંસીનો એ બજવૈયો છે એ મોરપીંછધારી, પિતાંબરધારી, છે એ તો ગોકુળનો ગોવાળિયો છે એ રાધાનો પ્રિયતમ, તારલિયાનો સ્વામી, છે એ તો મીરાનો શામળિયો જનમ્યો મથુરામાં, રમ્યો એ તો ગોકુળમાં, કહેવાશે એ તો દ્વારિકાધીશવાળા વસ્યો છે તુજમાં, વ્યાપ્યો છે જગમાં, છે એ તો ઘટઘટમાં વસનારો તારે એ જગને, તારશે એ તો તને, છે એ તો સહુના પાપને બાળનારો રાખે વિશ્વાસ એમાં, રહે એ તો એના ચરણમાં, છે સહુની આશા પૂરનારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hoy ane che e to nakharalo, karshe jaruriyata puri taari e to uparavalo location
ane che e to jagathi nyaro, location mane e to ati pyaro
karyum vrajane ghelum, kare jag ne to ghelum, che e to kanudo kamanagaro
taara bhai to jagano ghadavaiyo, che bansino e bajavaiyo
che e morapinchhadhari, pitambaradhari, che e to gokulano govaliyo
che e radhano priyatama, taraliyano svami, che e to mirano shamaliyo
jananyo mathuramam, ranyo e to gokulikadamh, ranyo e to gokulamamam, ranyo e to gokulanamam,
ranyo chyo he kaujamasyo, kaujamasyo, ranyo taujamasyo, he kaujamamh che e to ghat ghat maa vasanaro
taare e jagane, tarashe e to tane, che e to sahuna papane balanaro
rakhe vishvas emam, rahe e to ena charanamam, che sahuni aash puranaro
|