અલવિદા રે અલવિદા, અલવિદા રે અલવિદા
મળશે જગમાં કંઈક તો, કંઈક તને આવકારશે, પડશે દેવી કંઈકને – અલવિદા…
કંઈક વિચારો આવશે, કંઈક ખ્યાલો જાગશે, ખોટા વિચારો ને ખ્યાલોને પડશે દેવી – અલવિદા…
આવ્યો જ્યાં, તારું આગમન થાશે, કરી હશે ક્યાંય તો તેં તો ત્યારે – અલવિદા…
સદ્દગુણોને સદા તું સત્કારજે, જીવનમાંથી દુર્ગુણોને દેજે તું સદા – અલવિદા…
સમય આવે ને સમય જાય જીવનમાં, કરતો રહ્યો છે જીવનમાં સહુને સદા – અલવિદા…
શ્વાસે-શ્વાસો આવે ને જાય, હરેક શ્વાસ દેતો રહ્યો છે જીવનમાં સહુને – અલવિદા…
દિન વીતે ને દિન આવે, ના એ તો રોકાય, જગમાં કરતો રહ્યો છે સહુને એ તો – અલવિદા…
સુખદુઃખ જીવનમાં આવે ને જાય, કદી ના એ સ્થિર રોકાય, લેતા રહ્યા સહુના એ તો – અલવિદા…
પાપ ને પુણ્ય આવે ને જાય, વપરાતા એ ઘટતા જાય, લે જીવનમાં એવી રીતે એ – અલવિદા…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)