1991-11-08
1991-11-08
1991-11-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14485
દીધા છે જગમાં તને તો શ્વાસ, દીધા છે ખાવા જગમાં તને તો દાંત

રાખજે રે એમાં તો તું પૂરો વિશ્વાસ, રાખજે રે એમાં તો તું પૂરો વિશ્વાસ
કરવા જગમાં કર્મો, દીધા પગને હાથ, દીધાં કર્મ મુજબ તો જગમાં સાથ
દીધાં છે જગને જેણે અન્ન ને પાણી, રાખે સહુ પર તો સરખી મહેરબાની
અંધકારે પણ રાખે સહુને નજરમાં, રહે ના કાંઈ જેની તો નજર બહાર
જગની બોલી સહુ એ તો જાણે, સમજે સહુનાં હૈયાની તો જે વાત
નથી જેને કોઈ મારા કે પરાયા, છે સહુમાં તો સરખાં જેના રે પ્રાણ
ચલાવે ના એ લાગવગ કોઈની, તારાં કર્મની લાગવગ ત્યાં ચાલશે
થાય ભૂલો જગમાં તો સહુની, ભૂલ તો જેની કદી ના થાય
છે દયાળુ ને કૃપાળુ સદા એ તો, વરસાવે સહુ પર જે નિત્ય પ્રેમની ધાર
થાક ઉતારવા દીધી છે સહુને તો રાત, જગાડે સહુને એ જગતનો નાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhā chē jagamāṁ tanē tō śvāsa, dīdhā chē khāvā jagamāṁ tanē tō dāṁta
rākhajē rē ēmāṁ tō tuṁ pūrō viśvāsa, rākhajē rē ēmāṁ tō tuṁ pūrō viśvāsa
karavā jagamāṁ karmō, dīdhā paganē hātha, dīdhāṁ karma mujaba tō jagamāṁ sātha
dīdhāṁ chē jaganē jēṇē anna nē pāṇī, rākhē sahu para tō sarakhī mahērabānī
aṁdhakārē paṇa rākhē sahunē najaramāṁ, rahē nā kāṁī jēnī tō najara bahāra
jaganī bōlī sahu ē tō jāṇē, samajē sahunāṁ haiyānī tō jē vāta
nathī jēnē kōī mārā kē parāyā, chē sahumāṁ tō sarakhāṁ jēnā rē prāṇa
calāvē nā ē lāgavaga kōīnī, tārāṁ karmanī lāgavaga tyāṁ cālaśē
thāya bhūlō jagamāṁ tō sahunī, bhūla tō jēnī kadī nā thāya
chē dayālu nē kr̥pālu sadā ē tō, varasāvē sahu para jē nitya prēmanī dhāra
thāka utāravā dīdhī chē sahunē tō rāta, jagāḍē sahunē ē jagatanō nātha
|