Hymn No. 3500 | Date: 11-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-11
1991-11-11
1991-11-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14489
ઓળખ છે જગમાં સહુની જુદી, જુદી જુદી ઓળખે સહુ ઓળખાય
ઓળખ છે જગમાં સહુની જુદી, જુદી જુદી ઓળખે સહુ ઓળખાય સહુ ઓળખાય તો નામથી, કોઈ ગામથી, તો કોઈ ધંધાથી તો ઓળખાય ઓળખાય કોઈ જાતથી, તો કોઈ ખાસિયતથી તો ઓળખાય ઓળખાય સહુ જુદી જુદી રીતે, સાચી ઓળખાણ તો સહુની રહી જાય કોઈ ઓળખાય તો કુળથી, કોઈ ઓળખાણમાં પરાક્રમના પડઘા પાડતો જાય કોઈ ઓળખાણમાં પ્રાંત દેખાય, કોઈ ઓળખમાં ખ્યાતિ ચાડી ખાઈ જાય પડે ના પસંદ ઓળખ જુની જ્યારે, જુદી ઓળખે ઓળખાવવા કોશિશો થાય છે ઓળખ તો આ બધી બહારની, અંતરની ઓળખ સહુની રહી જાય પડી ઓળખાણ જ્યાં અંતરની, પ્રભુ ના દૂર ત્યાં તો રહી જાય છે એ એક જ ઓળખ તો સાચી, જે જીવનમાં કદી ના બદલાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
olakha Chhe jag maa sahuni judi, judi judi olakhe sahu olakhaya
sahu olakhaya to namathi, koi Gamathi, to koi dhandhathi to olakhaya
olakhaya koi jatathi, to koi khasiyatathi to olakhaya
olakhaya sahu judi judi rite, sachi olakhana to sahuni rahi jaay
koi olakhaya to kulathi, koi olakhanamam parakramana padagha padato jaay
koi olakhanamam pranta dekhaya, koi olakhamam khyati chadi khai jaay
paade na pasanda olakha juni jyare, judi olakhe olakhavava koshisho thaay
che olakha to a
sahyam to rahi jaay
che e ek j olakha to sachi, je jivanamam kadi na badalaaya
|
|