સમજાતું નથી કે આ જગમાં, આ જીવનું શું થાવા બેઠું છે
ખુદને ખુદની ઓળખ નથી, અન્યને ઓળખવા બેઠું છે
ઉકેલ્યા નથી જ્યાં પ્રશ્નો ખુદના, પ્રશ્નો અન્યના ઉકેલવા બેઠો છે
ખુદને ખુદનો મારગ મળ્યો નથી, મારગ અન્યને બતાવવા બેઠો છે
થઈ નથી શક્યો જ્યાં એ અન્યનો, અન્યને પોતાના કરવા બેઠો છે
પ્રેમનું ટીપું હૈયેથી ટપકતું નથી, પ્રેમનાં પાન અન્યને કરાવવા બેઠો છે
ખુદનાં આંસુ સુકાતાં નથી, અન્યનાં આંસુ તો લૂછવા બેઠો છે
ખુદની શક્તિનો ક્યાસ ખુદને નથી, અન્યની શક્તિ માપવા બેઠો છે
ખુદના અજ્ઞાનની જાણ ખુદને નથી, અન્યના અજ્ઞાનની હાંસી ઉડાવવા બેઠો છે
ધામ પ્રભુનું જ્યાં જોયું નથી, ધામ અન્યને દેખાડવા બેઠો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)