Hymn No. 2012 | Date: 18-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-18
1989-09-18
1989-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14501
વસે પ્રભુ જ્યાં શ્વાસેશ્વાસ ને તારા રોમેરોમમાં રે
વસે પ્રભુ જ્યાં શ્વાસેશ્વાસ ને તારા રોમેરોમમાં રે પડતાં દૃષ્ટિ જગમાં જ્યાં, પ્રભુ તો ત્યાં દેખાય રે વસ્યા છે એ, જગના અણુએ અણુ ને કણકણમાં પડતાં દૃષ્ટિ તારી, જોજે નજર બહાર ના એ રહી જાય ભૂંસાશે ભેદ જ્યાં હૈયાના, પ્રભુ એકરૂપ ત્યાં તો દેખાય પ્રેમભરી જ્યાં દૃષ્ટિ બને, જગમાંથી પ્રેમ પ્રભુનો પિવાય જ્યાં નજરમાંથી, હૈયેથી મારું મારું મટી જાય, વેરની હસ્તી હટી જાય વિચારે વિચારોમાં જ્યાં પ્રભુ વસે, જીવન પ્રભુરૂપ ત્યાં બની જાય ધડકને ધડકને પ્રભુનામ ગૂંથાય, સૂર પ્રભુના ત્યાં સંભળાય જીવન જ્યાં પ્રભુમય બને, ભાવ ને નજરમાં ઝલક પ્રભુની દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vase prabhu jya shvaseshvasa ne taara romeromamam re
padataa drishti jag maa jyam, prabhu to tya dekhaay re
vasya che e, jag na anue anu ne kanakanamam
padataa drishti tari, joje najara, bahaar tari,
joje najara, bahaar taari prahamaby juphy
bhupy jupyaby bhupyabhai drishti bane, jagamanthi prem prabhu no pivaay
jya najaramanthi, haiyethi maaru marum mati jaya, verani hasti hati jaay
vichare vicharomam jya prabhu vase, jivan prabhurupa tya bani jyabaya
gun baya, jambana prabhaka prabhaka, prabhaka, naya, prabhaka, prabhaka,
naya, prabhaka, prabhaka, naya, prabhaka, prabhaka dekhaay
|