Hymn No. 2013 | Date: 18-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-18
1989-09-18
1989-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14502
હાસ્ય હાસ્યમાં તો ફેર છે (2)
હાસ્ય હાસ્યમાં તો ફેર છે (2) કોઈ હાસ્યમાં નિખાલસતા ઝરે, કોઈ હાસ્યમાં લુચ્ચાઈ વરતાય કોઈ હાસ્યમાં ઉપેક્ષા વહે, કોઈ હાસ્યમાં સૂર મશ્કરીના સંભળાય કોઈ હાસ્યમાં તો વ્યંગ રહે, કોઈ હાસ્યમાં આનંદ વહેતો જાય કોઈ હાસ્ય તો મનડું ખેંચે, કોઈ હાસ્ય ઘૃણા ઊભી કરી જાય કોઈ હાસ્યમાં તો પ્રયત્ન દેખાય, કોઈ હાસ્ય તો મજબૂરી કહી જાય કોઈ હાસ્યમાં તો રુદન છલકાય, કોઈ હાસ્ય તો જાદુ કરી જાય કોઈ હાસ્યથી તો વાતાવરણ બદલાય, કોઈ હાસ્યમાં ઉદ્વેગ દેખાય કોઈ હાસ્ય તો હૈયે સ્પર્શી જાય, કોઈ હાસ્ય તો જીવનભર ના ભુલાય ભાર ભર્યા આ જીવનમાં, તો માનવ હાસ્યથી હળવો બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hasya hasyamam to phera che (2)
koi hasyamam nikhalasata jare, koi hasyamam luchchai varataay
koi hasyamam upeksha vahe, koi hasyamam sur mashkarina sambhalaya
koi hasyamam to vyanga rahe, koi hasyamay to vyanga rahe, koi hasyamam to aanand
koi kahetohrina, koi hasyamam anda koi khenari jubhi kai kiumad i ki khenari, koi ki hasyamam anda
koi hasyamam to prayatn dekhaya, koi hasya to majaburi kahi jaay
koi hasyamam to rudana chhalakaya, koi hasya to jadu kari jaay
koi hasya thi to vatavarana badalaya, koi hasyamaya udvega dekhaay
aahar na koi hasya has to haiye ko
sparshi j jivanamam, to manav hasya thi halvo bani jaay
|
|