Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2014 | Date: 19-Sep-1989
આભારના ભારે દબાવી ના દેજે એટલું, આભાર તો માની ના શકું
Ābhāranā bhārē dabāvī nā dējē ēṭaluṁ, ābhāra tō mānī nā śakuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2014 | Date: 19-Sep-1989

આભારના ભારે દબાવી ના દેજે એટલું, આભાર તો માની ના શકું

  No Audio

ābhāranā bhārē dabāvī nā dējē ēṭaluṁ, ābhāra tō mānī nā śakuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-09-19 1989-09-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14503 આભારના ભારે દબાવી ના દેજે એટલું, આભાર તો માની ના શકું આભારના ભારે દબાવી ના દેજે એટલું, આભાર તો માની ના શકું

નમનમાં નમાવી દેજે માડી એટલું, મન તુજમાં તો જોડી શકું

અભિમાનમાં ડુબાડી ના દેજે એટલું, માન અન્યને હૈયેથી ના દઈ શકું

નાલાયક ના બનાવજે તો એટલો, ફરી લાયક કદી ના બની શકું

બનાવી દે જીવન સુંદર એટલું, કદર એની તો કરી શકું

નીડર બનાવી દે હૈયાને એટલું, હસ્તી હૈયેથી ડરની મિટાવી શકું

વિશ્વાસને હૈયે ભરાવજે એટલું, હર શ્વાસ વિશ્વાસથી છોડી શકું

નજરને નિર્મળ કરાવજે એટલું, હર જરમાં નજર નાખી ના શકું

કુટેવોમાંથી બહાર નીકળું એટલું, હર ટેવમાંથી કુટેવને દૂર કરી શકું

ડુબાવી દે દાનમાં તો એટલું, નાદાનમાં ભી દાનને નીરખી શકું

સુકૃત કામો કરાવજે એટલાં, હર કૃતને સુકૃતમાં ફેરવી શકું

ભજનમાં લીન કરાવજે એટલો, જન જનમાં ભજન પહોંચાડી શકું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ābhāranā bhārē dabāvī nā dējē ēṭaluṁ, ābhāra tō mānī nā śakuṁ

namanamāṁ namāvī dējē māḍī ēṭaluṁ, mana tujamāṁ tō jōḍī śakuṁ

abhimānamāṁ ḍubāḍī nā dējē ēṭaluṁ, māna anyanē haiyēthī nā daī śakuṁ

nālāyaka nā banāvajē tō ēṭalō, pharī lāyaka kadī nā banī śakuṁ

banāvī dē jīvana suṁdara ēṭaluṁ, kadara ēnī tō karī śakuṁ

nīḍara banāvī dē haiyānē ēṭaluṁ, hastī haiyēthī ḍaranī miṭāvī śakuṁ

viśvāsanē haiyē bharāvajē ēṭaluṁ, hara śvāsa viśvāsathī chōḍī śakuṁ

najaranē nirmala karāvajē ēṭaluṁ, hara jaramāṁ najara nākhī nā śakuṁ

kuṭēvōmāṁthī bahāra nīkaluṁ ēṭaluṁ, hara ṭēvamāṁthī kuṭēvanē dūra karī śakuṁ

ḍubāvī dē dānamāṁ tō ēṭaluṁ, nādānamāṁ bhī dānanē nīrakhī śakuṁ

sukr̥ta kāmō karāvajē ēṭalāṁ, hara kr̥tanē sukr̥tamāṁ phēravī śakuṁ

bhajanamāṁ līna karāvajē ēṭalō, jana janamāṁ bhajana pahōṁcāḍī śakuṁ
Scan Image

Gujarati Bhajan no. 2014 by Satguru Devendra Ghia - Kaka
First...201420152016...Last