છે મૂળ તો ઊંડાં જેનાં રે ધરતીમાં, ના જલદી એને ઉખેડી શકાય
હોય પાયો જેનો રે ઊંડો, જલદીથી ના એ તો હલી જાય
હોય મૂળ તો જેનાં હવામાં, હવાના ઝોકે એ તો હલી જાય
જેવી ધરતી, નાખશે એવો પાયો, રહી મજબૂત, ટક્કર ઝીલી જાય
વાવંટોળ ને ધૂળની, ટક્કર ઝીલવી પડશે તો સદાય
નાખજો પાયો મજબૂત એવો, ટક્કરમાં ના એ હલી જાય
હશે પાયો જીવનનો જો કાચો, એ તો જલદી તૂટી જાય
પડશે ઝીલવી અનેક ઝંઝાવાતો, સ્થિરતામાં બાધા ઊભી થાય
નિર્મળતા નજરની, પવિત્રતા હૈયાની, જીવન મજબૂત કરતું જાય
લાગી જા કરવા જીવન મજબૂત, તારો ને અનેકનો ઉદ્ધાર થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)