Hymn No. 2029 | Date: 28-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-28
1989-09-28
1989-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14518
છલકાઈ ગયો, છલકાઈ ગયો અધૂરો ઘડો, જગમાં છલકાઈ ગયો
છલકાઈ ગયો, છલકાઈ ગયો અધૂરો ઘડો, જગમાં છલકાઈ ગયો શાંત એ તો બની ગયો પૂર્ણ થાતાં, શાંત એ તો બની ગયો કચરા ને કાંકરાએ, પૂર્ણ એને તો ના થાવા દીધો ભાવોના અતિરેકમાં, સદા ખૂબ એ તો ઊછળી રહ્યો જ્ઞાનના અહંના ભારમાં, પૂર્ણ એને તો એ સમજી રહ્યો ઇર્ષ્યા, અદેખાઈ, શંકાનાં પાડીને કાણાં, બધું એ વેડફી રહ્યો પ્રેમ ને ભાવનું લીંપણ કરી, પૂર્ણ થાવા એ તો મથી રહ્યો મળતી રહી કૃપા પ્રભુની, પૂર્ણતા તરફ એ તો ધસી રહ્યો જ્ઞાનના ભારને, ભક્તિભાવથી હલકો એ તો કરતો ગયો પૂર્ણમાં મનડાને ભેળવી, ધીરે ધીરે પૂર્ણ એ તો બનતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhalakai gayo, chhalakai gayo adhuro ghado, jag maa chhalakai gayo
shant e to bani gayo purna thatam, shant e to bani gayo
kachara ne kankarae, purna ene to na thava didho
bhavona atirekamam, saad khub e to uchhali
to e samaji rahyo
irshya, adekhai, shankanam padine kanam, badhu e vedaphi rahyo
prem ne bhavanum limpana kari, purna thava e to mathi rahyo
malati rahi kripa prabhuni, purnata taraph e to dhavi gaysi
rahyo jnanana bharane ehelato
halatho bharane, bhaktato , dhire dhire purna e to banato gayo
|