માગનારા જગમાં, આવે જ્યાં માગતા, સહુનાં મોઢાં ચડી જાય
તું તો માડી સદા મૃદુ હાસ્યથી સત્કારે, માગનારા આવે સદાય
માગનારા પૂછી-પૂછી ઘણું, નાખે મૂંઝવી જગમાં સહુ સદાય
તારી આંખમાંથી કરુણા વહાવી, નીરખે માગનારાને તું સદાય
માગણી માગણીમાં ભેદ રહે ઘણા, લાવે ના દિલમાં તું જરાય
પાત્રની યોગ્યતા મુજબ, તું તો દેતી આવે જગમાં સહુને સદાય
કોઈ કરગરે, કોઈ વીનવે, ભરી-ભરી હૈયે તો જુદા ભાવ
દેવા બેસે તું જ્યાં જગમાં સહુને, રાખે ના પાત્રતા વિના ભેદભાવ
કોઈ સાચા હશે, કોઈ ખોટા હશે, રહે નીરખી સહુને તું તો સદાય
કંઈ ને કંઈ તો સહુ લઈ જાશે, લાવ્યા હશે પાત્ર જેવું એની સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)