સૂર જીવનનો તો બેસૂરો ને બેસૂરો બનતો ગયો
મળ્યો સૂર ‘મા’ નો એમાં જ્યાં, સૂર ત્યાં બદલાઈ ગયો
બેસૂરા સૂર સાથેનું સંગીત, બેસૂરું તો બની રહ્યું
મળતો તો સૂર ‘મા’ નો, સંગીત ત્યાં મધુરું બન્યું
તાલ જીવનના બેતાલ બન્યા, જીવન બેતાલું બની ગયું
તાલ ભક્તિ ને ભાવનો મળ્યો, જીવન તાલમય થઈ ગયું
જીવનમાં તાલ ને સૂરની મસ્તી ચડી, જીવન અસ્ત થયું
મસ્તીની મસ્તીમાં મસ્ત બની, જગ મસ્ત ત્યાં થઈ ગયું
મેળ જ્યાં મળ્યા બધા, જીવન ત્યાં પ્રભુમય થયું
દુઃખદર્દ તો ભુલાઈ, સુખનું વાતાવરણ સરજાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)