પથ્થર-પથ્થર પૂજતાં, બનતો ના પથ્થરદિલ તું ઇન્સાન
પથ્થરમાં પુરાતાં પ્રાણ, પથ્થર ભી પૂજાયા બની ભગવાન
શ્રદ્ધાએ-શ્રદ્ધાએ તો સર્જ્યાં, સર્જ્યાં કંઈક શ્રદ્ધાનાં સ્થાન
શ્રદ્ધાએ ધરાઈ જ્યાં માનતા, કરી ગઈ શ્રદ્ધા તો તેનું કામ
શ્રદ્ધાએ કર્યા નિરાકારને ભી મજબૂર, બનવા તો સાકાર
આકારે-આકારે વ્યાપી, પૂજાયા ભગવાન બની સાકાર
ભાવે ભીંજવી હૈયું માનવનું, નિર્ગુણમય બન્યા સગુણ
ગુણે-ગુણે પ્રભુ પૂજાયા, નિર્ગુણમય ત્રિગુણ
પ્રકૃતિરૂપે વ્યાપ્યા જગમાં, બન્યા પ્રભુ ત્રિપ્રકૃતિ સ્વરૂપ
પ્રકૃતિ-પ્રકૃતિએ ભેદ તો દેખાયા, રહ્યા પ્રભુ તો એકરૂપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)