Hymn No. 2036 | Date: 04-Oct-1989
|
|
Text Size |
 |
 |
કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી
Kapda Lata, Dar Dagina, Parichay Toh Saacho Deta Nathi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-10-04
1989-10-04
1989-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14525
કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી
કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી મળી જાય પરિચય જ્યાં પ્રકૃતિનો, બીજા પરિચયની જરૂર નથી છુપાવશે માનવ તો ઘણું ઘણું, મ્હેક ગુણોની છૂપી રહેતી નથી કરશે કર્મો એ તો એવાં, વિચારોની ઝલક દેખાયા વિના રહેતી નથી છૂપા રખાશે વિચારો જગથી, કર્મો જગથી છુપાવ્યાં તો રહેતાં નથી મેળવ કર્મો પર વિચારોથી કાબૂ, કાબૂ વિનાનાં કર્મો, હાથમાં રહેતાં નથી કર્મથી તો જીવન ઘડાયે, કર્મ ને જીવનના સંબંધ તૂટતા નથી કર્મથી બંધાયે પ્રભુ, નિષ્કામ કર્મ જેવું કોઈ કર્મ નથી કર્મ થકી મળ્યું તન ને જીવન, કર્મ વિના તો ઉદ્ધાર નથી કરો એવાં કર્મ, રીઝવ તું પ્રભુને, એના વિના કર્મ શોભતાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kapadanlattam, daradagina, parichaya to saacho detam nathi
mali jaay parichaya jya prakritino, beej parichayani jarur nathi
chhupavashe manav to ghanu ghanum, nheka gunoni chhupi raheti nathi
karshe karmo e to evam, vichahyupi karmo e to evam, khupavashe karmo jaay vathi karashe,
karmo jarmi raka rahyupi, jarmi rakhyupi, jarmi rakhyupi, jarmi rakhyup to rahetam nathi
melava Karmo paar vicharothi kabu, kabu vinanam Karmo, haath maa rahetam nathi
karmathi to JIVANA ghadaye, karma ne jivanana sambandha tutata nathi
karmathi bandhaye prabhu, Nishkama karma jevu koi karma nathi
karma Thaki malyu tana ne JIVANA, karma veena to uddhara nathi
karo evam karma, rijava tu prabhune, ena veena karma shobhatam nathi
|