Hymn No. 2039 | Date: 09-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-09
1989-10-09
1989-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14528
શું રીત મારી તને ગમતી રે માડી, શું મારી પ્રીત તને ગમતી નથી રે
શું રીત મારી તને ગમતી રે માડી, શું મારી પ્રીત તને ગમતી નથી રે કે મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે અકળાઈ જાણે છે જ્યાં બધાં મારાં કર્મ તું, લખ્યા લેખ મારા તેં તો માડી શું મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે મૂંઝાઈ શું વાતો મારી લાગી છે ખોટી, કે લાગી છે માંગણી મારી મોટી કે શું મારી વિનંતીમાં રે માડી, ખોટ કર્મની આજે રે વરતાણી શું મારી માંગણીની ધારા ના ખૂટી, કે માંગણીમાં મર્યાદા ગયો ચૂકી કે શું મારી વિનંતીમાં રે માડી, ભાવની ખોટ આજે તને રે દેખાણી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu reet maari taane gamati re maadi, shu maari preet taane gamati nathi re
ke maari vinantithi re maadi, gai che aaje tu re akalai
jaane che jya badham maram karma tum, lakhya lekha maara te to maadi
shu maari vinantithi re maadi, gai che aaje tu re munjhai
shu vato maari laagi che khoti, ke laagi che mangani maari moti
ke shu maari vinantimam re maadi, khota karmani aaje re varatani
shu maari manganini dhara na khuti, ke manganimam maryada gayo chuki
ke shu maari vinantimam re maadi taane re dekhani
|
|