લખ્યું જેણે, ભૂંસી એ તો શકે, લખાવ્યું જેણે, ભૂંસાવી એ તો શકે
લખ્યા લેખ વિધાતાએ તો જેવા, લખ્યું એમાં, એ તો થવાનું છે
કંઈક વિરલાએ બદલાવ્યા એને, કહાની અમર એની તો રહી છે
સાવિત્રીએ બદલાવ્યા, નચિકેતાએ બદલાવ્યા, યાદ સહુ એને કરે છે
કર યત્નોને અમર એવા, ના સંજોગ એને મારી તો શકે
વિધાતા આવશે સામે દોડી, બદલવા ત્યારે તો એને
માયાએ લખ્યા છે લેખ સહુના, પતનના તો સહુના રે
પુરુષાર્થીઓથી છે ઇતિહાસ ભરાયા, નીકળ્યા બહાર જે એમાંથી
પ્રારબ્ધશાળી ને પુરુષાર્થીના, ખાધા નથી મેળ જગમાં તો કંઈએ
સમજીને કરી પુરુષાર્થ, બદલ્યું પ્રારબ્ધ તો સદા પુરુષાર્થીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)