|
View Original |
|
અમૃતથી તો અમર થવાય, વાપરી વિવેક વાપરજે એને
જોજે ખોટી ચીજ અમર ના થઈ જાય
અમૃતમંથન સમયે તો પ્રભુએ દેવોને અમૃત દઈ
રાક્ષસોને રાખ્યા એમાંથી તો બાકાત
રાક્ષસો ને દેવ તો રહ્યા છે તુજમાં ને તુજમાં તો છુપાઈ
જોજે સદૈવ તું, તારી દેવવૃત્તિ અમર બની જાય
માર્યા પ્રભુએ એને તો જ્યારે, છોડી ના રાક્ષસવૃત્તિ જરાય
કરતો ના રાક્ષસવૃત્તિને અમર, આવવું પડશે ઉતારવા એનો ભાર
વૃત્તિ સદૈવ તારી જાગતી રહેશે, જોજે જાય ના એ કાબૂ બહાર
વિવેક ને સંયમની પડશે જરૂર, ધરજે એનું તું હથિયાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)