મળ્યો છે શુભ અવસર આ, તને તો જગમાં રે જ્યાં
મળ્યો છે માનવદેહ, તને રે જગમાં તો જ્યાં
કરજે સફળ, જોડીને મનને ને તનને પ્રભુમાં તો ત્યાં
લઈ આવ્યો છે હિસાબ તારાં કર્મનો તો આ જગમાં જ્યાં
કરતો ના ઊભી રે ગૂંચવણ, તારા હિસાબમાં તો ત્યાં - કરજે...
વધારી-વધારી હિસાબ તારા, ભૂંસીશ એને તો તું ક્યાં
રાખી તકેદારી, હિસાબમાં તારી, ભૂંસાવજે હિસાબ તો ત્યાં - કરજે...
લાવ્યો, ને લેવું-દેવું અહીં પતાવી, કરશે હિસાબ પૂરા જ્યાં
મુક્તિ રહેશે ના ત્યાં બાકી, મળશે મુક્તિ ત્યાં ને ત્યાં - કરજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)