આધાર પ્રભુનો રે જીવનમાં, છે ધાર એ તો એવી, કાપી દેશે જીવનમાં એ માયાના તાંતણા
રહ્યો છે તરસ્યો ને તરસ્યો તું જીવનમાં, રહ્યો છે પીતો ને પીતો પ્યાલા તું ઉપાધિના
કરવા દૂર હવે તું એને રે જીવનમાં, રહેજે પીતો ને પીતો પ્યાલા તું પ્રભુના નામના
રહેશે પીતો જ્યાં તું એનાં રે ઝરણાં, દેશે પ્રભુ જીવનમાં એવું, કરી ના શકીશ એની તું ધારણાં
હશે જગમાં જીવન તારું ગમે એવું, લાવી દેશે એના ઝરણાં જીવનમાં તારી સુધારણાં
રાખજે ને રહેજે જીવનમાં તું એવી કોશિશોમાં, રહે નિત્ય કરતો એના પ્રેમરસના પારણાં
રહેશે નિત્ય કરતો પાન એના તું જીવનમાં, જાશે ખૂલી તારા મુક્તિના તો બારણાં
છોડ જીવનમાં રે તું બીજા રે શમણાં, રાખજે સદા જીવનમાં પ્રભુ દર્શનના તારા શમણાં
જાગશે ભાવો આવા રે પૂરાં, જ્યાં તારા હૈયાં બની જાશે, હૈયું તારું પ્રભુના પોયણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)