રચાયું છે વિશ્વ સહુનું, રાખી સ્વને સ્વના કેંદ્રમાં
રચાતાં ને ફેલાતાં રહ્યાં છે વલયો, સદા એ કેંદ્રમાં
ઘૂમી-ઘૂમી આવે વલયો જગમાં, પાછાં એ કેંદ્રમાં
વિરુદ્ધ વલયો જ્યાં ટકરાતાં, મંડાણ મંડાયે સંઘર્ષનાં
કેંદ્રમાંથી રહે વહેતાં વલયો, પ્રેમ, વેર ને વિચારોનાં
અંતે વલયો વિરમે પાછાં, ફરી-ફરી એ કેંદ્રમાં
કદી ઝિલાયે, કદી ટકરાયે, અન્ય વલયો એ કેંદ્રમાં
અસર એની ત્યાં વરતાવે, રચાતાં નવાં વલયોમાં
સુંદર ને વિકૃતિ કૃતિ સરજાયે, ત્યાં તો અજાણતાં
ધારી કૃતિ તો સરજાશે, જન્મે વલયો જ્યાં ધાર્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)