અન્યની પરીક્ષા કરવા કરતાં, તું તારી પરીક્ષામાં લાગી જા
આવશે મળી ખામી તારામાં ઘણી, હશે માપદંડ તારા તો સાચા
ખામી અન્યની જાણીને, ના થશે તને તો કોઈ ફાયદો
દૂર કરશે જ્યાં તું ખામી તારી, મળશે અઢળક તને રે ફાયદા
અન્ય પાસ થાયે ન થાયે, ફરક એમાં તને તો શું પડે
પાસ થાશે તો જ્યાં તું, ફરક તારા જીવનમાં ઘણો પડશે
નિરીક્ષણ ને પરીક્ષણની આકરી ધારાથી, લેજે પરીક્ષા તારી
વિરક્તિની આગમાં દેજે, માયાને હૈયેથી તો જલાવી
સાધનામાં સાધનને ના દેજે, સાધ્યમાં તો ફેરવી
મળ્યું છે સાધન કરવા સાધના, લેજે સાધ્ય તું તો પામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)