Hymn No. 2055 | Date: 19-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-19
1989-10-19
1989-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14544
તારી કૃપાનું બિંદુ રે માડી, રંગ જીવનમાં અનેરો લાવી દે
તારી કૃપાનું બિંદુ રે માડી, રંગ જીવનમાં અનેરો લાવી દે વહેતા સમયના દોરને રે માડી, ત્યાં ને ત્યાં થંભાવી દે લખ્યા લેખ જે વિધાતાએ રે માડી, એ તો એ મિટાવી દે કંટકભર્યા રસ્તામાં રે માડી, ફૂલ એ તો બિછાવી દે ધોમધખતા રણમાં રે માડી, મીઠી વીરડી ઊભી કરી દે વેરાન વનમાં રે માડી, હરિયાળી એ તો ઊભી કરી દે અશક્યને જીવનમાં રે માડી, શક્ય એ તો બનાવી દે વગર તેલે રે માડી, જીવનદીપ એ તો જલાવી દે જીવનની ખડકાળ ધરતીમાં પણ, કોમળ કૂંપળ ઉગાડી દે પાપીમાં પાપી માનવને પણ, ભગવાન એ બનાવી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari kripanum bindu re maadi, rang jivanamam anero lavi de
vaheta samay na dorane re maadi, tya ne tya thambhavi de
lakhya lekha je vidhatae re maadi, e to e mitavi de
kantakabharya rastamam rehi maadi, phool e to bichhakhavi de
ranamadhavi de dhom viradi ubhi kari de
verana vanamam re maadi, hariyali e to ubhi kari de
ashakyane jivanamam re maadi, shakya e to banavi de
vagar tele re maadi, jivanadipa e to jalavi de
jivanani khadakala dharatimam pana, komala kumpala ugi man de
papimamana e banavi de
|
|