Hymn No. 2059 | Date: 21-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-21
1989-10-21
1989-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14548
લાલ લાલ તારી ચૂંદડીમાં રે મા, મનડું આજ મારું મોહાઈ ગયું
લાલ લાલ તારી ચૂંદડીમાં રે મા, મનડું આજ મારું મોહાઈ ગયું તારા ચમકતા ચાંદલામાં રે મા, તેજ આજ અનોખું દેખાઈ ગયું તારા મલક મલક થાતા મુખડામાં રે મા, મન મારું આજ ખેંચાઈ રહ્યું તારી રમ્ય, સૌમ્ય આંખમાં રે મા, જગ મારું આજ તો સમાઈ ગયું તારા શક્તિ ઝરતા સ્વરૂપમાં રે મા, દર્શન શક્તિનું આજ થઈ ગયું તારા કંગનના મીઠા રણકારમાં રે મા, મનડું મારું આજ તણાઈ રહ્યું તારી મલકતી ચાલમાં રે મા, મન મારું આજ ખેંચાઈ રહ્યું તારા ઝાંઝરના ઝણકારમાં રે મા, આજ ભાન બધું મારું ભુલાઈ ગયું તારી આંખના અમીરસમાં રે મા, આજ ન્હાવાનું મન મને થઈ ગયું તારા દર્શનની ઝલકમાં રે મા, આજ મન મારું તો જિતાઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lala lala taari chundadimam re ma, manadu aaj maaru mohai gayu
taara chamakata chandalamam re ma, tej aaj anokhu dekhai gayu
taara malaka malaka thaata mukhadamam re ma, mann maaru aaj khenchai rahyu
taari ranya, saunya tokhamam gayu re ma.,
taara shakti jarata swaroop maa re ma, darshan shaktinum aaj thai gayu
taara kanganana mitha ranakaramam re ma, manadu maaru aaj tanai rahyu
taari malakati chalamam re ma, mann maaru aaj khenchai rahyu maaru
taara jhanjarana janakaramam amhir bamas, aulhaihum
taari bamh maa ana anakaramhum taari bad re ma, aaj nhavanum mann mane thai gayu
taara darshanani jalakamam re ma, aaj mann maaru to jitai gayu
|