કર્તવ્યને જીવનમાં તું તારા, ના એને રે તું ડહોળી નાખજે
કાઢીને મનગમતા અર્થો રે એના, ઉમેરીને એમાં, ના એને રે તું ડહોળી નાખજે
ધાર છે એ તો જીવનની રે તારી, સમજી વિચારીને સજાવજે, ના એને તું ડહોળી નાખજે
બને એટલી સંભાળ એની તું રાખજે, ના તેજ એનું ઓછું થાવા દેજે, ના એને તું ડહોળી નાખજે
છે તેજ જીવનનું એ તો તારું, એના તેજે જીવનપથ તારો કાપજે, ના એને તું ડહોળી નાખજે
છે કર્તવ્ય એ તો તારુંને તારું, ના સરખામણી અન્ય સાથે કરજે, ના એને તું ડહોળી નાખજે
બજાવવાનું છે જ્યાં એ તારેને તારે, બહાના ના એમાં તું કાઢજે, ના એને તું ડહોળી નાખજે
બનાવી દેજે એના તેજને ઉત્તમ અંગ તારું, ના જુદું એને તારાથી રાખજે, ના એને તું ડહોળી નાખજે
ઉજાળશે જીવનનો એ પથ તારો, અન્યને પથ એ તો દેખાડશે, ના એને તું ડહોળી નાખજે
બજાવીશ કર્તવ્ય જીવનમાં તું સાચું ને સારું, ઠેર ઠેર દાખલા તારા દેવાશે, ના એને તું ડહોળી નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)