સાકરની મીઠાશ તો જગમાં માણી, ગોળની મીઠાશ તો જાણી
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની મીઠાશની
મધની મીઠાશ તો માણી, મીઠાશ માણી તો મીઠા પકવાનની
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની મીઠાશની
શીતળતા ચાંદનીની માણી, શીતળતા છાંયડાની તો જાણી
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની શીતળતાની
તેજ અગ્નિનું તો જોયું, તેજ સૂર્યનું તો જગમાં દેખાતું
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમના તેજની
વાવંટોળની શક્તિ તો જોઈ, સમુદ્રની શક્તિ તો જાણી
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની શક્તિની
નિર્મળતા તો જળની રે જાણી, નિર્મળતા કિરણની તો સ્વીકારી
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની નિર્મળતાની
ગતિ મનની તો અનુભવી, ગતિ ચિત્તની તો જાણી
કરી ના શકે બરોબરી એ તો રે માડી, તારા પ્રેમની ગતિની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)