સ્વીકારી હસ્તી જ્યાં અંધકારની, હસ્તી પ્રકાશની ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં દુઃખની, હસ્તી સુખની ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં નિરાશાની, હસ્તી આશાની ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં તડકાની, છાંયડાની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં દાનવની, દેવની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં વેરની, પ્રેમની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં દુશ્મનની, દોસ્તની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં અવગુણની, ગુણની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં નરની, નારીની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સ્વીકારી હસ્તી જ્યાં તોફાનની, શાંતિની હસ્તી ત્યાં સ્વીકારાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)