તારા પ્રેમતણાં ફૂલો, હૈયે જ્યાં અડકી ગયાં રે માડી
હવે બીજું કાંઈ મને ગમતું નથી, બીજું કાંઈ સૂઝતું નથી
તારા પ્રેમભર્યા શબ્દો જ્યાં, હૈયે અડકી ગયા રે માડી - હવે...
તારા પ્રેમભર્યા મુખનાં દર્શન તો થઈ ગયાં રે માડી - હવે...
અંતરમાં ને બહાર, સંપર્ક તારા જ્યાં સંધાઈ ગયા રે માડી - હવે...
અંતરમાં તારા જ્ઞાન ને તેજના પ્રકાશ, પથરાઈ ગયા રે માડી - હવે...
ચિંતા તણા હૈયાના ભાર બધા, હળવા થઈ ગયા રે માડી - હવે...
તારી પ્રેમસરિતાનાં જળ તો જ્યાં, હૈયે પહોંચી ગયાં રે માડી - હવે...
તારી આંખના અમીરસના ઘૂંટડા, હૈયે જ્યાં ઊતરી ગયા રે માડી - હવે...
તારા નામ વિનાના શ્વાસ તો, અધૂરા બની ગયા રે માડી - હવે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)